120 વર્ષ પ્રાચીન એવી મોરબી સ્ટેટ વખતથી ચાલતી ગરબી ભારે જમાવટ કરે છે મોરબી : મોરબીમાં નવરાત્રી મહોત્સવ માં શક્તિની ભક્તિ સાથે ભારે રંગ જમાવી રહ્યો છે. ત્યારે મોરબીમાં 120 જૂની સ્ટેટ વખતની મોચી ચોક વિસ્તારની પ્રાચીન ગરબી ભારે જમાવટ કરે છે. આ ગરબીમાં દેશભક્તિનો અનોખો કાર્યક્રમ રજૂ કરીને ભરતમાતાના વીર સપૂતોને શ્રધાંજલિ આપવામાં આવી હતી. મોરબીના દરબાર ગઢ પાસે મોચી ચોકમાં આવેલ આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે 120 વર્ષ મોરબીના સ્ટેટ વખતથી પ્રાચીન ગરબી યોજાય છે. જેમાં આજે પણ પ્રાચીન પરંપરા પ્રમાણે માતાજીની ભક્તિ કરવામાં આવે છે અને નવરાત્રીમાં દરરોજ રાત્રે પ્રાચીન પરંપરા પ્રમાણે રાસ ગરબાની રંગત જામે છે. જ્યારે નવરાત્રીના દસે દસ દિવસ વિવિધ વેશભૂષા ધારણ કરીને અનોખા કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. જેમાં પાંચમા નોરતે દેશભક્તિનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આદ્યશક્તિ હિંદુ સમાજ ગરબી મંડળના સભ્યોએ ભારત માતાના જાંબાઝ સૈનિકોની વેશભૂષા ધરાણ કરીને દેશના દુશ્મનોના દાંત ખાટા કરીને ભારત માતા માટે શહીદી વહોરી લેતા હોવાની દેશદાઝને વર્ણવતી બાબતને આબેહૂબ રજૂ કરી હતી અને કર ચલે હમ ફિદા જાન ઔર તન સાથીઓ અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ એ દેશભક્તિ સાથે રજૂ થયેલા આ કાર્યક્રમથી દેશભક્તિનો માહોલ છવાયો હતો. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274