ટંકારા : 150મી ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે ટંકારા તાલુકાના વાઘગઢ ગામની મુલાકાત જિલ્લા વિકાસ અધિકારી ખટાણા સાહેબ, અધિક કલેક્ટર જાડેજા સાહેબ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ તથા ટી.ડી.ઓ. તરખાલા સાહેબ એ લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓએ ગ્રામજનોને મળીને સરકારના સ્વચ્છતા માટેના પ્રયાસોમાં જોડાવા માટેનું આહવાન આપ્યું હતું. આ ઉપરાંત, તેઓએ ગ્રામપંચાયતની મુલાકાત દરમિયાન તલાટી શીતલબેન નિમાવતને શ્રેષ્ઠ કામગીરી બદલ બિરદાવ્યા હતા. તેમજ તેઓએ પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવન વિષે વક્તવ્ય આપ્યું હતું. તથા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274