સોની વેપારીએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેરમાં આવેલી સોના ચાંદીના દાગીનાની દુકાનમાંથી એક મહિલાએ દાગીના જોવાના બહાને દાગીના કઢાવી તેમાંથી એક બોક્સમાં રહેલા 80 થી 84 નંગ સોનાના નાકના દાણા સોની દુકાનદારની નજર ચૂકવીને સેરવી લઈને રફુચક્કર થઈ ગઈ હતી.બાદમાં સોની દુકાનદારે આ મામલે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના દરબારગઢ પાસે આવેલ શુક્લ શેરીમાં રહેતા અને વાંકાનેરની સોની બજારમાં પારેખ જવેલર્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા હસમુખભાઈ જમનાદાસ પારેખ નામના સોની વેપારી ગઈકાલે પોતાની દુકાને હતા.તે સમયે એક અજાણી મહિલા તેમની દુકાને આવી હતી અને સોનાના આભૂષણોની ખરીદી કરવાના બહાને દાગીના જોવા માટે કઢાવ્યા હતા. તે સમયે દાગીના જોવા માટે આપેલા અને ત્યાં પડેલા બોક્સમાંથી અજાણી મહિલા સોની દુકાનદારની નજર ચૂકવીને રૂ.75 હજારની કિંમતના 80 થી 84 જેટલા નાકમાં પહેરવાના સોનાના દાણા લઈને ફરાર થઈ ગઈ હતી.બાદમાં મહિલાએ આ દાગીનાની ચોરી કરી ગઈ હોવાનું ધ્યાને આવતા સોની દુકાનદારે આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે વાંકાનેર પીએસઆઇ મૌલવી વધુ તપાસ ચલાવી રહ્યા છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274