મોરબી : મોરબીમાં છેલ્લા 10 વર્ષથી ઉમિયા નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહીયુ છે ત્યારે ઉમિયા નવરાત્રિ મહોત્સવમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ ઉમિયા નવરાત્રિની મુલાકાતે આવ્યા હતા. અદભુત અને અકલ્પનિય આયોજન જોઈને બન્ને મહાનુભાવોએ ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમને શુભકામનાઓ પાઠવી અને ભવિષ્યમાં પણ આવું સુંદર આયોજન કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે આ આયોજનમાં સાઉથ ઇન્ડિયન એવા બૉલીવુડના સિંગર કલાકાર શ્રીરામ ઐયર ખેલૈયાઓને મન મૂકીને ઝુમાવી રહ્યા છે. તો સાથે સાથે સાન્ત્વની ત્રિવેદી, અભિતા પટેલ, દેવ ભટ્ટ, સોહીલ બ્લોચ, નરેશ વાઘેલા, હિમાંશુ ચૌહાણ અને પ્રખ્યાત ઢોલી અસ્લમ એન્ડ અસ્લમના ઢોલ સાથે ખેલૈયા મન મૂકીને રાસ ગરબે ઝૂમી રહ્યા છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274