હળવદ : પૂજ્ય ગાંધી બાપુની 150ની જન્મ જયંતિ અંતર્ગત યોજાયેલ હળવદ તાલુકા કક્ષાના કલા મહોત્સવ 2019નું આયોજન હળવદ બી.આર.સી ભવન ખાતે થયું હતું. સવારે નવ વાગ્યાથી એક વાગ્યા સુધી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં સી.આર.સી કક્ષાએ પ્રથમ આવેલ બાળકોએ ભાગ લીધો હતો. નિબંધ સ્પર્ધામાં શાળાની ધોરણ આઠમા ભણતી વિદ્યાર્થીની ચાવડા દિવ્યા દિનેશભાઈ તાલુકામાં પ્રથમ આવી હતી તથા વકતૃત્વ સ્પર્ધામાં શાળાની ધોરણ આઠની વિદ્યાર્થીની રબારી રાધિકા સુખાભાઈ તાલુકામાં પ્રથમ આવી હતી. આ બંને વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં આગામી નવ તારીખે ટંકારા ખાતે ભાગ લેવા જશે. આ ઉપરાંત, ગણિત વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં શાળાના બાળ વૈજ્ઞાનિકો રાજ્યકક્ષાએ ભાગ લેશે. કલા મહોત્સવ કાર્યક્રમના અંતે હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વડાલિયા અશોકસાહેબ અને બી.આર.સી. પ્રવિણસિંહના હસ્તે બાળકોને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. પ્રમાણપત્રના દાતાશ્રી પ્રવીણભાઈ પટેલ હતા. અંતે શાળાના સંચાલકોએ સૌને અભિનંદન પાઠવ્યા હતા Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274