મોરબી : મોરબીમાં રવાપર રોડ ખાતે આલાપ પાર્કમાં શિવ-શક્તિ ગરીબ મંડળ દ્વારા ભકિતભાવપૂર્વક દૈવી શક્તિની આરાધનાનું પર્વ રંગે ચંગે ઉજવાઈ રહ્યું છે. જેમાં ગઈકાલે આયોજકો અને સમગ્ર આલાપ પરિવાર વતી પુલવામાના આતંકી હુમલામાં તેમજ અન્ય આતંકીઓ સાથે લડાઈમાં જાનની બાજી લગાવી શહીદી વહોરનાર શહીદવીરોના કલ્યાણાર્થે હજારો કિલોમીટરની યાત્રા કરી ભાવનગરના દિલીપસિંહ ડોડીયા, સુરેન્દ્રનગરના ભાવેશભાઈ રાઠોડ, મહેસાણાના પ્રવિણસિંહ ઠાકોર એમ કુલ છ લાખની રોકડ રકમ હાર્ડવેર એશોષીએશન દ્વારા એકત્ર કરવામાં આવેલ સહાય એમના વતી અર્પણ કરનાર મહેશભાઈ ભોરણીયા અને વિપુલભાઈ આદ્રોજા સહકાર હાર્ડવેર - શશીકાંતભાઈ રૂપાલા, પાવન હાર્ડવેર- ઉર્વેશભાઈ છાપવડીયા ઓમ હાર્ડવેર, પ્રવીણભાઈ કાંજીયા, શિવ હાર્ડવેર વગેરે દિલેર દાતાઓનું સ્મૃતિચિહ્નન અર્પણ કરી સન્માનિત કરી સ્તુતિય પગલું ભર્યું હતું. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274