મોરબી : સરકારની દિન-દયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી ગરીબ પરિવારના લોકોને સ્વ-રોજગાર હેતુ બેન્ક મારફત લોન દ્વારા કાયમી આજીવિકાનું સાધન અપાવી લોકોને રોજગારી પુરી પાડવામાં આવે છે. જેના ભાગરૂપે ગાંધી જયંતી નિમિત્તે મોરબીના સો-ઓરડી વિસ્તારના લાભાર્થી કાંતિભાઈ પરમારને આ યોજના અંતર્ગત કોર્પોરેશન બેન્ક મારફત પેસેન્જર સી.એન.જી. રિક્ષાની લોન મંજુર કરાવી વોર્ડના કાઉન્સેલર સિરોયા જશવંતીબેન અને પ્રમુખ કેતનભાઈના હસ્તે સાધન સહાયનો લાભ આપી રીબીન કાપી લીલીઝંડી આપવામાં આવી હતી. આ તકે નગરપાલિકાના પ્રમુખ, કાઉન્સેલર અને ચીફ ઓફિસરના પી.એ. અમીનભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274