મોરબી : મોરબીના રાજપર ગામે ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિતે ડીડીઓ એસ.એમ. ખટાણાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા રેલી નિકળી હતી. આ સાથે તમામ મહાનુભાવોએ પ્લાસ્ટિક એકત્ર કરીને લોકોને પ્લાસ્ટિક ન વાપરવા અંગે જાગૃત કર્યા હતા. સાથો સાથ સૌ લોકોએ સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાના શપથ પણ લીધા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ આરોગ્ય અધિકારી, ટીડીઓ ગોહિલ, ડીઆરડીએ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.