માળીયા ફાટક પાસે કાર ઉભી ન રહ્યા બાદ પોલીસે પીછો કરતા કારની ઠોકરથી પોલીસમેનને ઇજા થતાં પોલીસે કાર ચાલકને માર માર્યાનો આક્ષેપ : સ્થાનિક લોકોએ મહેન્દ્રનગર ગામ પાસે ચક્કાજામ કર્યા બાદ પોલીસે સમજાવટના પ્રયાસો કરી ટ્રાફિક કિલિયર કરાવ્યો મોરબી : મોરબીના માળીયા ફાટક પાસે આજે પોલીસે એક કારને ઉભી રાખવાનો પ્રયાસ કરતા કાર ઉભી ન રહેવાથી પોલીસે કારનો પીછો કરતા પોલીસમેનને સામાન્ય ઇજા થઇ હતી. બાદમાં પોલીસે કાર ચાલકને માર મારીને રોષ ઉતાર્યાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ મહેન્દ્રનગર ગામ પાસે ચક્કાજામ કરી દીધો હતો.આ ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને લોકોને સમજાવીને ટ્રાફિક કિલિયર કરાવ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે મોરબીના માળીયા ફાટક પાસેથી એક સેન્ટ્રો ગાડી પસાર થઈ હતી. ત્યારે માળીયા ફાટક પાસે ટ્રાફિક ફરજ પર રહેલા ટ્રાફિક બ્રિગ્રેડના જવાનોએ આ સેન્ટ્રો ગાડીને ઉભી રાખવનનો પ્રયાસ કર્યો હતો. પણ કાર ચાલકે ત્યાંથી કાર હંકારી મૂકી હતી. આથી ટ્રાફિક બ્રિગ્રેડને પ્રબળ શંકા થતા બાઇક દ્વારા કારનો પીછો કર્યો હતો.જેમાં કારની ઠોકર લાગવાથી બાઇકમાં બેઠેલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને સામાન્ય ઇજા પહોંચી હતી. બાદમાં પોલીસે પોતાની વાનમાં ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેમજ પોલીસે કાર ચાલક પર દાઝ ઉતારીને તેને માર માર્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ મહેન્દ્રનગર ગામ પાસે ચક્કાજામ કરી દીધો હતો. જેના પગલે વાહન વ્યવહાર અટવાયો હતો અને વાહનોના થપ્પા લાગી ગયા હતા. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન અને એસઓજીનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે ચક્કાજામ કરતા લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે લોકોએ રોષભેર જણાવ્યું હતું કે, કાર ચાલકનો વાંક હોય તો તેની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવી જોઈએ એ રીતે કાર ચાલકને માર મારવો જઈએ નહિ અને માર મારનાર પોલીસમેનને હાજર કરવાનું કહીને લોકોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. જોકે પોલીસે લોકોને સમજાવીને ટ્રાફિક કિલિયર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274