મોરબી : મોરબીના બંધુનગર નજીક રસ્તો ઓળંગી રહેલા યુપીનો ડ્રાઇવર યુવાન બાઇકની ઝપટે ચઢી જતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. પોલીસે બાઈક ચાલક સામે ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત કરી મોત નિપજાવવાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર ગામની સીમમાં આવેલ સેન્ટ્રો સિરામીકની સામે રોડ સાઇડમાં ટ્રક પાર્ક કરીને દેવેન્દ્ર પ્રેમચંદ શર્મા, (ધંધો. ડ્રાઇવિંગ રહે.ઉત્તરપ્રદેશ) અને તેની સાથેનો ડ્રાઇવર ઉપેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાટ (ઉંમર ૪૮, રહે.ઉત્તરપ્રદેશ) નાસ્તો કરવા માટે નીકળ્યા હતા. નાસ્તો કરીને પરત ટ્રક તરફ જવા બંને રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે ઉપેન્દ્રસિંહ આગળ હતો અને દેવેન્દ્ર તેની પાછળ હતો ત્યારે બાઇક નંબર GJ 3 HG 1774 ના ચાલકે તેનું વાહન રૂપેન્દ્ર જાટ સાથે અથડાવ્યું હતું. જેથી રૂપેન્દ્રને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. ઉપરોક્ત બનાવમાં બાઈકમાં સવાર ગોપાલભાઈ ભલુભાઈ મેઘવાલ, ભૈરવ ભીમજી ચૌધરી અને ત્રણ વર્ષના અંકેશ ગોપાલ મેઘવાલ (રહે. ફોર્મ સીરામીક બંધુનગર વાળા)ને પણ ઈજાઓ થઈ હતી. જેમાં ગોપાલને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. અકસ્માતના બનાવ સંદર્ભે દેવેન્દ્ર શર્માએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ઉપરોક્ત નંબરના બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274