મોરબી : મોરબીમાં સતવારા વૃદ્ધની કરોડોની જમીન પચાવી પાડવાનો કારસો રચી પેપરમાં જાહેર નોટીસ દેવાના બહાને સહી કરાવી લીધા બાદ તેના આધરે સાટાખત બનાવી લેવામાં આવ્યું હતું. આ મામલે નોટરી સહીત કુલ આઠ શખ્સોની સામે ફરીયાદ નોંધાઇ હતી. જે કેસમાં એક આરોપી આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ રજુ થતા પોલીસે તેની ધરપકડ કરીને જરૂરી કાર્યવાહી કર્યા બાદ આરોપીને જમીન મુક્ત કરેલ છે. મોરબીના માધાપર વિસ્તારના રહેવાસી મલાભાઇ અરજણભાઈ ઉર્ફે અજાભાઇ હડીયલ (ઉ.૬૨)ની કરોડો રૂપિયાની જમીન હડપ કરવા માટેનો કારસો થોડા સમય પહેલા ઘડવામાં આવ્યો હતો. આ મામલે ભોગ બનેલા વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યાનુસાર આરોપી જગદીશ વાઘરીયા રહે. રાજકોટ, ડી.એમ.પારેખ નોટરી વકીલ, રહે. મોરબી શક્તિ પ્લોટ, જી.એમ.બારોટ વકીલ રહે. પુનીતનગર, ધનાભાઇ સુરાભાઇ રબારી રહે. શકત શનાળા મોરબી, એમ જે વાઘેલા, રહે. રાજકોટ, વિજયસિંહ ડાભી રહે. મેટોડા રાજકોટ, વનરાજ જેસંગભાઈ સીતાપરા રહે. સુરેન્દ્રનગર અને હરદીપ જેના મોબાઈલ નંબર 8734981165 છે, આ આરોપીઓએ પૂર્વનિયોજિત કાવતરું રચીને ફરિયાદી અને સાહેદોને વિશ્વાસમાં લઈને સંયુક્ત માલિકીની જમીન વેચાણ કરવી હોય જેથી જાહેર નોટીસ આપવી પડશે તેવું કહીને પ્રેસનોટની નોટીસ બનાવવી છે તેમ કહીને ફરિયાદી અને સાહેદોની સહીઓ લઇ લીધી હતી. જો કે ત્યાર બાદ જાહેર નોટીસના સહી વાળા પાનાનો ખોટા સાટાખત બનાવવામાં ઉપયોગ કરીને સાટાખતમાં ફરિયાદી અને સાહેદોની સહી સામે તેમના પુત્રના ફોટો ચોટાડી આરોપીઓએ સહી કરી ખોટા ચૂંટણીકાર્ડ ઉભા કરીને સાટાખતમાં નોટરી કરી સાક્ષી તરીકે બે આરોપીએ સહી કરી ખોટું સાટાખત બનાવી, સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. જેથી પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસે અગાઉ નોટરી વકીલની ધરપકડ કરી હતી. આ ગુન્હામાં સુરેન્દ્રનગરના રહેવાસી વનરાજ જેસંગભાઈ સીતાપરાનું પણ નામ હોવાથી તેઓ આગોતરા જામીન સાથે રજુ થતા પોલીસે તેની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરીને તેને જામીન મુક્ત કરેલ છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274