મોરબી : મોરબી નજીક અજાણ્યા વાહનની હડફેટે માસુમ બાળકીનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ ઓમેન સીરામીક કારખાનાની.મજૂરની ઓરડીમાં રહીને આજ કારખાનામાં મજૂરી કામ કરતા વાગુભાઈ ગોલરીયાભાઈ આદિવાસી નામના મજૂર યુવાનની 16 મહિનાની માસુમ પુત્રી સંતોષી ગતતા.26 સપ્ટેમ્બરના રોજ તેમની ઓરડીમાંથી રમતા રમતા નર્મદા કેનાલ રોડ ઉપર જઈ ચડતા અહીંથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે તેણીને હડફેટે લેતા માસુમ બાળાનું.મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતક બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.