વાંકાનેર : વાંકાનેરમાં એક બોલેરો પીકઅપ ગાડીની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના જિનપરા પટેલ વાડી પાસે રહેતા કાળુભાઇ ભવાનભાઈ જાદવ ઉ.વ.25 નામના યુવાનની ગતતા.5ના રોજ જિનપરા જકાતનાકા સર્વિસ રોડ ઉપર રેલવેના પુલ નીચેથી જી.જે.03 એ.વી.7774 નંબરની બોલેરો પીકઅપ ગાડી કિંમત રૂ.1.50 લાખની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા.આ બનાવની આજે તેમણે ફરીયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.