હળવદ : આગામી તારીખ 5/10/2019ને શનિવારે સાંજે ગોપાલ મંડળના યુવકો દ્વારા પ્રખ્યાત નાટક 'જાલમસિંહ જાડેજા' (માં આશાપુરાનો પરચો) નાટક ભજવવામાં આવશે. સાથો સાથ પેટ પકડીને હાસ્યના ધોધ વહાવતી હાસ્ય નાટીકા 'માંણકીની માથાકૂટ' પણ રજૂ કરવામાં આવશે. ગૌશાળા તથા ચકલીના ચણના લાભાર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજક ગોપાલ મંડળ નવા દેવળીયાએ લોકોને જાહેર આમંત્રણ પાઠવી આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે.