ટંકારા : રાજકોટના 'રણછોડ દાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા દર મહિનાની 6 તારીખે સવારે નવથી બાર વાગ્યા દરમિયાન 'ફુલિયા હનુમાન મંદિર' ખાતે આંખના દર્દીઓ માટે વિના મુલ્યે સારવાર અને નિદાન કેમ્પનુ આયોજન કરવામા આવશે. આંખોની કોઈપણ પ્રકારની તકલીફ વાળા દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા આયોજકો તરફથી અનુરોધ કરાયો છે. આ પ્રકારના કેમ્પ અનેક ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. ટંકારા શહેરમાં બિરાજમાન ફુલિયા હનુમાન મંદિરે દર મહિનેની 6 તારીખે સવારે 9થી બપોરના 12 વાઞ્યા સુધી રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખના દર્દીઓ માટે નેત્ર નિદાન અને નેત્રમણિ બેસાડવાનો નેત્રયજ્ઞ કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવે છે. દરેક આંખ પિડીતોને લાભ લેવા આયોજકોએ અનુરોધ કયોઁ છે. કેમ્પમા આંખોનું નિદાન કરી મોતીયાના દર્દીઓને જરૂર જણાયે રાજકોટ ખાતે રણછોડદાસ આશ્રમે આવેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવશે અને ત્યા તેનુ ઓપરેશન મફત કરી આપવામાં આવશે. આ માટે દર્દીને ટંકારાથી જવા આવવા માટે બસની સુવિધા પણ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. દર્દના નિદાન માટે નિષ્ણાંત ડોકટરો સેવા આપશે તેમજ ફેકોમશીનથી ટાંકા વગરનું ઓપરેશન કરી આપવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું . દર માસની છઠ્ઠી તારીખે આ પ્રકારના કેમ્પ યોજીને સેવાકીય પ્રવૃતિ કરાઇ રહી છે. ગરીબ દર્દીઓ માટે આ સેવાકીય પ્રવૃતિ આશીર્વાદ રૂપ બની રહી છે. ઉલ્લેખનીય છેકે આ સેવા કેમ્પનો લાભ લઇ અનેક દર્દીઓ દેખતા થયા છે. આ માટે ટંકારાના ચંદ્રકાંત કટારીયા 8000328442, સુકેતુ રાવલ ભોપલીભાઈ 9879018185, જયંતિલાલ દુબરીયા માસ્તર 9978333441, ભાવિન સેજપાલ 8511111444નો મોબાઈલ પર સંપર્ક કરી શકાય છે. આ સેવાકીય પ્રવૃતિની ટંકારામા ચોમેર પ્રસંશા થઇ રહી છે.