ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે પોલીસે ગતરાત્રે જુગાર રમતા 9 શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જુગારની રેડની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગતરાત્રે ટંકારા પોલીસે સ્ટાફે બાતમીના આધારે રેડ કરીને ટંકારા તાલુકાના ઓટાળા ગામે પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તિનો જુગાર રમતા પરેશભાઈ ગોવિદભાઈ નાગપરા, કિશોરભાઈ લાલજીભાઈ ભાલોડિયા, જોગેન્દ્રગિરી ભુદરગીરી ગોસ્વામી, રાજેશભાઈ ભીમજીભાઈ છીપરિયા, હાર્દિકભાઈ દામજીભાઈ દેસાઈ, કેતનભાઈ ત્રિભોવનભાઈ ઘોડાસરા, હેમંતભાઈ માવજીભાઈ દેસાઈ, જ્યંતીભાઈ વાલજીભાઈ રાજપરા, રવિભાઈ હેમંતભાઈ સિસોદિયાને રૂ.21500ની રોકડ રકમ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.