સિમ્પોલો સીરામિક્સની પ્રોડકટ આજે દિવસેને દિવસે વણથંભી ઊંચી ઉડાન ભરી રહી છે મોરબી : મોરબીની સિમ્પોલો સીરામીક્સ આજે દેશ વીદેશમાં પ્રખ્યાત બન્યુ છે. ત્યારે હજુ પણ સિમ્પોલો સીરામિક્સ ઘર ઘરમાં જાણીતું બને તેવા હેતુથી સિમ્પોલો સીરામિક્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલીવુડના સ્ટાર હૃતિક રોશનને નિયુક્ત કરવામાં આવ્યા છે. મોરબીની સિમ્પોલો સીરામિક્સ ટાઇલ્સ અને સેનેટરી પ્રોડક્ટની ઉત્પાદન કરે છે. ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રોડકટ પુરી પાડવાની નેમ સાથે શરૂ થયેલી સિમ્પોલો સીરામિક્સ આજે ગુજરાત અને ભારતના પણ સીમાડા વટી ગઈ છે. સિમ્પોલો બ્રાન્ડની ટાઇલ્સ અને સેનેટરી પ્રોડકટ વિદેશમાં પણ પ્રખ્યાત બની છે. હાલ પણ સીએમઓ ભરત અઘારાના નેજા હેઠળ સિમ્પોલો સીરામિક્સની પ્રોડકટ આજે દિવસેને દિવસે વણથંભી ઊંચી ઉડાન ભરી રહી છે. વધુમાં હજુ પણ વિશ્વના દરેક ઘર ઘર સુધી પહોંચવા સિમ્પોલો સીરામિક્સ સજ્જ છે. આ હેતુને સિદ્ધ કરવા માટે સિમ્પોલો સીરામિક્સ દ્વારા નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બૉલીવુડ સ્ટાર હૃતિક રોશનને નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે હૃતિક રોશન સિમ્પોલો બ્રાન્ડનું બ્રાન્ડિંગ કરશે.