થાંભલા રોડ ઉપર જોખમી રીતે લટકતા હોવાથી વાહન ચાલકો પર અકસ્માતનો ભય મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર રેલ્વે તંત્રની બેદરકારીના કારણે ઇલેક્ટ્રિક થાંભલા જોખમી બન્યા છે.નવલખી રોડ ઉપર થાંભલા જોખમી રીતે લટકતા હોવાથી વાહન ચાલકો પર ગમે ત્યારે અકસ્માત થવાનો ભય ઝળુંબી રહ્યો છે.તેથી રેલ્વે તંત્ર વહેલાસર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી જાગૃત નાગરિકોએ માંગ કરી છે. રેલ્વે તંત્રની બેદરકારી કારણે નવલખી રોડ પર પસાર થતા વાહનોને અકસ્માત થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. મોરબી નવલખી રોડ પર રેલવેની હદમાં ઉભા કરવામાં આવેલ થાંભલા જાણે અકસ્માતની રાહ જોતા હોય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. મોરબી નવલખી રોડ પર રેલવે ઇલેકટ્રીક થાંભલા ઉભા કરવાનુ કાર્ય હવે પુર્ણ થવાના આરે પહોંચ્યું છે. ત્યારે બરવાળા ગામ પાસે નવલખી મોરબી હાઇવે પર એક થાંભલો રોડ પર જાણે આવતા વાહનોને અકસ્માતની રાહ જોઈ લટકતા જોવા મળી રહ્યા છે.આ લટકતો થાભલા ગમે ત્યારે અકસ્માત થાય તેવી ભીતિ સેવાઇ રહી છે.આથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાતું હોય જેથી રેલવે તંત્ર દ્વારાઇલેક્ટ્રિક પોલનેતાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.