મોરબી : મોરબી તાલુકામાં અલગ અલગ ફેક્ટરીઓમાં ચાલુ કામ દરમિયાન વિજશોક લાગતા બે શ્રમિકના કરુણ મોત નિપજ્યા હતા.આ બનાવથી હતભાગી મજૂરના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. તાલુકા પોલિસે આ બન્ને બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કરુણ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના ધુટુ ગામ નજીક આવેલ શ્રીરામ પેકેજીગ કારખાનની મજૂરની ઓરડીમાં રહેતા અને આજ કારખાનામાં મજૂરી કામ કરતા સોનુકુમાર યોગેન્દ્રકુમાર પાસવાન ઉ.વ.27 નામનો મજૂર યુવાન ગઈકાલે આ કારખાનામાં મજૂરી કામ કરતો હતો અને ચાલુ કામ દરમિયાન તેને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યારે બીજા બનાવની વિગત મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ લોરેન્જો વિટ્રીફાઇડ સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મુકેશભાઈ ડાયાભાઈ તળવી ઉ.વ.34 નામનો યુવાન ગઈકાલે મજૂરી કામ કરતો હતો.તે દરમિયાન તેને વિજશોક લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.તાલુકા પોલીસે આ બન્ને બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.