કોઈ કાપ વગર જડબામાં થતી ગાંઠની એન્ડોસ્કોપી દ્વારા સારવારની નવી ટેકનિકનુ મોરબીના તબિબે કર્યુ સંશોધન મોરબી : તાજેતરમાં ઉદયપુર ખાતે ગુજરાત સ્ટેટ લેવલની કાન-નાક-ગળાના તબિબોની ૪૩મી વાર્ષિક કોન્ફોરન્સ યોજાઈ હતી. જેમા મોરબી 'ઓમ કાન-નાક-ગળાની હોસ્પીટલ' ચલાવતા ડૉ. હિતેશ પટેલે જડબામાં રહેલી ગાંઠનું કોઈ પણ પ્રકારનો કાપ બહારના ભાગે મુક્યા વગર એન્ડોસ્કોપી દ્વારા કઈ રીતે ઓપરેશન કરવુ તે અંગે પોતાનુ સંશોધન રજુ કર્યુ હતુ. ડો. હિતેશ પટેલને તેમના આ સંશોધન બદલ સમગ્ર ગુજરાત કક્ષાએ પ્રથમ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આજ દીન સુધી આ ટેકનિકનો ઉપયોગ થતો ન હતો પરંતુ મોરબીના તબિબે કરેલ નવતર સંશોધનનો અમલ રાજ્ય કક્ષાએ તબિબો દ્વારા હવેથી કરવામા આવશે. આમ, મોરબીના તબિબે સમગ્ર રાજ્ય કક્ષાએ તબિબી ક્ષેત્રે કરેલ સંશોધન બદલ મોરબી શહેરને ગૌરવ અપાવ્યુ છે. તેમની આ સિધ્ધી બદલ ચોમેરથી અભિનંદન સહ શુભેચ્છાઓનો ધોધ તેમના પર વરસી રહ્યો છે.