હળવદ : હળવદ તાલુકાના ટિકર ગામે પાણી ઢોળવા મામલે યુવાનને ત્રણ શખ્સોએ ધોકાથી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના ટિકર ગામે રહેતા અને મજૂરી કામ કરતા અરજણભાઈ નથુભાઈ પરમાર ઉ.વ.43 નામના યુવાને તે જ ગામમાં રહેતા ધનજીભાઈ માવજીભાઈ પરમાર, સમુબેન માવજીભાઈ પરમાર, માવજીભાઈ પરમાર સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીએ આરોપીઓએ પાણી ઢોળવા મામલે સમજાવતા હતા.ત્યારે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદીને ગાળો આપી ધોકા વડે માર મારીને ઇજા પહોંચાડી હતી.બાદમાં તેમણે આ અંગે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.