પાક અને પશુધનને થયેલ નુકશાની અંગે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સર્વે કરી યોગ્ય નિર્ણય કરે તે જરૂરી : કવાડીયા હળવદ : હળવદ તાલુકામાં ભારે પડેલા વરસાદને કારણે ખેતી પાક માં અને માલધારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ નુકશાની અંગે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સર્વે કરી યોગ્ય નિર્ણય કરે તે માટે પૂર્વ મંત્રી કવાડીયા એ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે ખાસ કરીને સોમવારની રાત્રિએ હળવદ તાલુકાના કડીયાણા, પાંડાતીરથ,રણછોડગઢ,સુંદરી ભવાની,ચરાડવા,સરંભડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ત્રણ જ કલાકમાં ૧૦ થી ૧૨ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેતી પાક માં મોટા પાયે નુકસાની થઈ છે તેમજ માલધારીઓના પશુઓ મૃત્યુ પામ્યા છે જેથી પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી પાક અને પશુધનમા થયેલ નુકશાની અંગે સ્થાનિક સર્વે કરી યોગ્ય નિર્ણય કરે તેવિ રજૂઆત કરી છે