હળવદ : હળવદ પોલીસ સ્ટેશનમાં રાખેલા વાહનોમાંથી ડીઝલ ચોરી થતી હોવાના ફોટા વાયરલ થયા છે. સોશિયલ મીડિયામાં વાહનમાંથી ડીઝલ કાઢતો વ્યક્તિ પોલીસકર્મી જ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે તપાસની માંગ પણ ઉઠી છે. હળવદ પોલીસ દ્વારા વિવિધ ગુનામાં જે વાહનો કબ્જે લેવામાં આવ્યા છે. તેમાંથી એક વ્યક્તિ ડીઝલ કાઢતો હોય તેવો ફોટો હાલ સમગ્ર પંથકમાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમા જે વ્યક્તિ ડીઝલ કાઢી રહ્યો છે. તે ખુદ પોલીસકર્મી હોવાનું તેમાં જણાવાયું છે. હાલ તો આ ઘટના અંગે ઘણા પ્રશ્ન ઉદ્દભવ્યા છે. આ મુદ્દો પંથકમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે. ખરેખર હકીકત શુ છે તે તપાસ બાદ જ બહાર આવશે.