14 સપ્ટેમ્બરના રોજ બનેલા બનાવની ટ્રક ચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હળવદ : હળવદ નજીક ન્યુ રામદેવ હોટલથી સોલડી ટોલ ટેક્ષ વચ્ચે હાઇવે રોડ ઉપર પસાર થતા ચાલુ આઇસર ટ્રકમાંથી અજાણ્યા શખ્સો તાડપત્રી કાપી 42 નંગ તેલના ડબ્બાની ચોરી કરી ગયા હતા. ગત તા.14 સપ્ટેમ્બરના રોજ બનેલા આ ચોરીના બનાવની આઇસર ટ્રક ચાલકે ગઈકાલે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ચોરીના બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ અમદાવાદ રહેતા વિનોદકુમાર જીયાલાલ યાદવ ઉ.વ.37 નામનો ટ્રક ડ્રાઇવર ગત તા.14 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે પોતાના હવાલાવાળા જી.જે.01 એચ. ટી.8062 નંબરના આઇસર ટ્રક અંદાણી મુન્દ્રા ખાતેથી ગાંધીનગર જઈ રહ્યો હતો અને આ ટ્રક ડ્રાઇવર પોતાનું આઇસર લઈને હળવદ નજીક ન્યુ રામદેવ હોટલથી સોલડી ટોલ ટેક્સ વચ્ચે હાઇવે રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો.તે સમયે અજાણ્યા શખ્સોએ પાછળથી આઇસર ટ્રકમાં તાંડપત્રી કાપી રૂ.80766 ની કિંમતના 42 નંગ તેલના ડબ્બાની ચોરી કરીને નાસી છૂટ્યા હતા.આ બનાવની આઇસર ટ્રક ચાલકે ગઈકાલે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.