મોરબી : ધૂનડા ગામે જય બજરંગ યુવક મંડળ દ્વારા નિરાધાર અબોલ પંખીડાના ચણ માટે આજે તા. 3ના રોજ રાત્રે 9:30 કલાકે મહાન ધાર્મિક નાટક જરાસંઘ વધનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પેટ પકડીને હસાવતા કોમિક માલી મતવાલી નાટક પણ યોજનાર છે. ઉલ્લેખનીય છે કે જય બજરંગ યુવક મંડળ છેલ્લા 62 વર્ષથી રફાળેશ્વર દાદાના સાનિધ્યમાં મેળાના દિવસે ભજન મંડળી( રાવટી) તેમજ હરિહર અન્નક્ષેત્ર ચલાવે છે.