વાંકાનેર : સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ગૌવંશ પશુની હેરાફેરી કરવાના ગુનાના છેલ્લા દસ માસથી નાસતા-ફરતા આરોપીને રાજકોટ રેન્જની નાસતા-ફરતા સ્કવોડ ટીમે પકડી પાડીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રકમાં 10 ગૌવંશ બળદને બેરહેમીથી ભરી પશુઓની હેરાફેરીના ગુનામાં ગુનો બન્યા સમયે કલીનર તથા પાઇલોટીંગ કરનાર મળી કુલ ચાર આરોપીઓ પકડાઇ ગયેલ હતા અને ડ્રાઇવર જે-તે સમયે સ્થળ પરથી નાસી છુટેલ હતો. તે ડ્રાઇવર ભુપત ઉર્ફે લાલો પ્રવીણભાઇ લખધીર રહે. ભાટીયા શેરી, જીનપરા, વાંકાનેર ગુનો બન્યા બાદથી એટલે કે છેલ્લા દસ માસથી નાસતો-ફરતો હતો. જે રાજકોટ-વાવડી ખાતે અલગ-અલગ મકાનોમાં ભાડેથી રહેતો હતો. જે પોતાના વતન વાંકાનેર ખાતે આવનાર હોવાની બાતમી મળતા આરોપીને વાંકાનેર અમરસર ફાટક પાસેથી ધોરણસર અટક કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો. તેમજ ચોટીલા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274