મોરબીમાં મહિલાનો ગળેફાંસો ખાઈને આપઘાત

- text


મોરબી : મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના નહેરુગેઇટ ચોક અંદર ગ્રીનચોક વિસ્તારમાં આવેલ સરગિયા શેરીમાં રહેતા લતાબેન ભરતભાઇ પરમાર ઉ.વ.57 નામના મહિલાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text