- text
એક મકાનમાં ચોરીનો પ્રયાસ નિષફળ
મોરબી : મોરબી તાલુકાના વાંકડા ગામે ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો ગામના બે મંદિરમાં હાથફેરો કરી ગયાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે.જ્યારે એક મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
મોરબીના વાંકડા ગામે ગતરાત્રે તસ્કરો ખબકયા હતા.આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે,વાંકડા ગામે ગતરાત્રે તરસકરોએ બે મંદિરમાં હાથફેરો કર્યો હતો.જેમાં ગામમાં આવેલ રામદેવપીરના મંદિર અને બહુચરાજી માતાજી મંદિરમાં ચોરી થઈ હતી.એક ઠાકોરજીની.મૂર્તિની ચોરી કરી ગયા હતા.જોકે ગામના એક મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.પણ એ મકાનમાંથી કશું જ હાથ લાગ્યું ન હતું.આથી આ મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો.જોકે નવરાત્રીના કારણે મોડે સુધી ગામલોકી જાગતા હતા.પણ તસ્કરોએ રાત્રીના 3 વાગ્યાની આસપાસ હાથફેરો કર્યો હતો.આ બનાવથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને પોલીસ તસ્કરોના તરખાટ અટકાવવા નાઇટ પેટ્રોલીગ અસરકારક બનાવે તેવી માંગ ઉઠાવી છે.
- text
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text