- text
તેઓએ તબીબી કરિયરમાં ૫૦૦૦ થી વધુ કિડનીના ઓપરેશન કર્યા હતા : તેઓના અવસાનથી હળવદ પંથકમાં શોક
મોરબી : મૂળ મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના રહેવાસી અને હાલ અમદાવાદ ખાતે રહેતા પદ્મશ્રી ડો.એચ.એલ.ત્રિવેદીનું વૃધ્ધાવસ્થામાં માંદગીના કારણે અવસાન થયું છે. ડો.એચ.એલ.ત્રિવેદી અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં કિડની સર્જન તરીકે ફરજ બજાવતા હતા. બાદમાં તેઓ વયમર્યાદાના કારણે નિવૃત થતાં અનેક ગરીબ પરિવારોની તબીબી ક્ષેત્રે મદદ પણ કરી હતી. ડો.એચ.એલ.ત્રિવેદી કિડની એક્સપર્ટ તરીકે ભારતભરમાં પ્રખ્યાત હતા. તેઓએ પોતાના તબીબી કરિયરમાં ૫૦૦૦ થી વધુ કિડનીના ઓપરેશન કર્યા હતા. ત્યારે આજે તેઓનું નિધન થઈ જતાં મોરબીના હળવદ તાલુકાના નાના એવા ચરડવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
- text
- text