વાંકાનેર : વાંકાનેર પંથકમાં વરસાદી માહોલમાં દેરાળા, રાજસ્થળી ગામો સંપર્ક વિહોણા બન્યા છે જે અંગે અવારનવાર સરકારી તંત્રની ધ્યાન દોરવા છતાં કોઈ અસરકારક પગલા ન લેવાતાં દર વર્ષે ચોમાસામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. દેરાળા ગામે એક બાજુ મહાનદી આવેલ છે અને બીજી બાજુ વોંકળો આવેલ છે ચોમાસા દરમિયાન નદીમાં પાણીની આવક થતા લોકોને ઘરમાં પુરાઈને બેસવું પડે છે ગામની બહાર નીકળી શકાતું નથી અને વધુ વરસાદમાં તો ઘરમાં પાણી આવી જાય છે ગામમાં પ્રાથમિક શાળા તો છે પરંતુ શિક્ષકો પાણીના લીધે ગામમાં આવી શકતા ન હોવાથી શિક્ષણકાર્ય પણ ફરજિયાત બંધ રાખવું પડે છે એ ઉપરાંત ગામમાં કોઈ પ્રાથમિક સારવાર કેન્દ્ર ન હોય બીમાર અને અશક્ત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ચોમાસા દરમિયાન તાલુકા મથકનો સંપર્ક થઇ શકતો ન હોવાથી રાશન - પાણીની ભારે અછત રહે છે. સરકારી તંત્ર દ્વારા દેરાળા, રાજસ્થળી થી વાંકાનેર ને જોડતા વાયા જાલી વાળા રસ્તા પર પુલ બનાવવામાં આવે તો ગ્રામજનોને રાહત મળી શકે માટે તાત્કાલિક અસરથી પુલ તથા રોડ બનાવવા ગ્રામજનોની માંગ છે. વાંકાનેર તાલુકાના ચીત્રાખડા ગામે જવા માટે પણ લુણસર થી ચીત્રાખડાનો માર્ગ અતિ બિસ્માર થયેલ છે ઉપરાંત વરસાદી પાણી રસ્તા પર ભરાઈ જવાથી લોકોને ઢીંચણસમાણા પાણીમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે અને બીમાર લોકોને ચીત્રાખડા થી લુણસર પહોંચવું એ અતિ મુશ્કેલ છે. જે બાબતે પણ અવારનવાર સરકારી તંત્ર સામે અનેક રજૂઆત હોવા છતાં ધ્યાન આપવામાં આવતું નથી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274