ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામના સહકારી આગેવાન સ્વ. ટપુભાઈ દેવાભાઈ ડાકાનું બેંગ્લોર પ્રવાસ દરમિયાન હાર્ટએટેક આવતા મૃત્યુ નિપજ્યું હતું. ટપુભાઈ હડમતિયા સેવા સહમંડળીના પ્રમુખ, મોરબી માર્કેટીંગ યાર્ડના ડિરેકટર, મોરબી જમીન વિકાસ બેંકના ચેરમેન તેમજ ટંકારા લેઉઆ પટેલ સમાજના આગેવાન હોવાથી સહકારીક્ષેત્રમાં તથા લેઉઆ પટેલ સહિતના સમાજમા ખાસ્સુ વર્ચસ્વ ધરાવતા હતા. પોરબંદરના પુર્વ સાંસદ અને ખેડુત મસિહા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના નજીકના વિશ્વાસુ મનાતા ટપુભાઈને વિઠ્ઠલભાઈ રાદડીયા પણ ટપુઆતાના હુલામણા નામથી બોલાવી સન્માન જાળવતા હતા.ઉલ્લેખનિય છે કે પારિવારિક સબંધોને કારણે પિતાના મિત્રનું અકાળે મૃત્યુ નિપજતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પુત્ર ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડીયા તેમજ વાઈસ ચેરમેન અને મોરબી માર્કેટીંગ યાર્ડના પ્રમુખ મગનભાઈ વડાવિયા સ્વ. ટપુભાઈ દેવાભાઈ ડાકા (ટપુઆતા)ના પરિવારજનો ગણેશભાઈ દેવાભાઈ ડાકા તેમજ ટપુભાઈના પુત્રો પ્રવિણભાઈ ડાકા, વિનોદભાઈ ડાકા પર આવી પડેલ દુ:ખદ ઘડીમાં કામકાજમાંથી સમય કાઢીને આવી પહોંચ્યા હતા. તેમણે સ્વર્ગસ્થ ટપુઆતાની તસ્વીર પર પુષ્પવૃષ્ટી કરી પ્રણામ કર્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક - હડમતિયા શાખા તેમજ હડમતિયા સેવા સહમંડળીની મુલાકાત લઈ રવાના થયા હતા. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274