માળિયાના નીચાણવાળા વિસ્તારો સુધી પાણી પહોંચી ગયું : સ્કૂલ સુધી પાણી પહોંચતા બાળકોને રજા આપી દેવાય : વેજલપર સહિતના ગામોમાં સોમવારે રાત્રે ભારે વરસાદ પડ્યો માળીયા : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજે સવારે મોરબીના મચ્છુ-2 ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે.આ મચ્છુ ડેમનું પાણી માળીયા આજુબાજુના વિસ્તારો ફરી વળ્યું છે.અને નીચાણવાળા વિસ્તારો સુધી પાણી પહોંચ્યું છે જ્યારે સ્કૂલ સુધી પાણી પહોંચતા બાળકોને શાળામાંથી રજા આપી દેવાઈ હતી. મોરબી જિલ્લામાં સોમવારના બપોરથી મેઘવીરામ રહ્યો છે જોકે બાદમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે.પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં મોટી માત્રામાં પાણી પાણી આવવાથી મચ્છુ 2 ડેમના આજે સવારે 10 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે.જેની સીધી અસર માળીયા તાલુકા પર પડી છે.મચ્છુ ડેમનું પાણી માળીયા તાલુકામાં ફરી વળ્યું છે.માળિયાના વાંઢ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરની જેમ ફરી વળ્યાં હતા.આ અંગે હરિપર ગામના સરપંચે જણાવ્યું હતું કે,ગામની આથમણી દિશા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.જેથી વાવતરમાં તલ, કપાસ, એરંડા સહિતના પાકોને નુકશાની થઈ હતી.જ્યારે નીચાણવાળા વાળા ગામોમાં ઘરો સુધી પાણી પહોંચી ગયા છે.જ્યારે સરકારી સ્કૂલ સુધી પાણી પહોંચતા શાળામાંથી બાળકોને રજા આપી દેવાઈ હતી. જ્યારે માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરાત્રે ભારે વરસાદ પડ્યો હોવાનું ગામજનો પાસેથી જાણવા મળ્યું છે.જેમાં માળીયા તાલુકાના વેજલપર , કુંભરીયા, ગોકુળીયા, વેણાસર સહિતની ગ્રામ્ય વિસ્તારની પટ્ટીમાં સોમવારેની રાત્રે મુશળધાર વરસાદ પડ્યો હોવાનું સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યુ હતુ.જોકે આ વરસાદ સરકારી ચોપડે નોંધાયો નથી.પણ ગ્રામજનોના જણાવ્યા મુજબ ગતરાત્રે ભારે વરસાદ પડતાં વોકળા અને ચેકડેમી તળાવો ભરાયા હતા.તેમહ ઠેરઠેર પાણી ભરાયા હતા અને ખેતીમાં પાણી ફરી વળતા પાકોને નુકશાન થયું હતું. વાંકાનેરના લુણસર ગામે ભારે વરસાદથી રોડ, વીજપોલ અને પાકને ભારે નુકશાન વાંકાનેર : વાંકાનેરના લૂણસર ગામે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રોડ, વીજપોલ અને પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. લુણસર થી મનડાસર જતા રસ્તા વચ્ચે નાલા તૂટી જતા રસ્તો બંધ થઈ ગયો હતો. સાથો સાથ અનેક રસ્તાઓને ભારે નુકશાન થયું હતું. આ ઉપરાંત ખેડૂતોના ખેતરો જળાશય બની જતા પાકને પણ ભારે નુકશાની પહોંચી છે. જ્યારે પીજીવીસીએલના વીજપોલ ધરાશાયી થયા છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274