મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ તથા યુનિવર્સીટી-મોરબી દ્વારા ફાર્મર હોસ્ટેલનું લોકાર્મણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી તથા સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાના અંગત સચિવ દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા. ફાર્મર હોસ્ટેલનું ઉદ્ઘાટન અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ એ. આર. પાઠકના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિમાયક વી. વી. રાજાણી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા દિલીપભાઈ સરડવા તથા એસોસિયેટ રિસર્ચ સાયન્ટીસ ડો. ડી. એસ. હિરપરા પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિષય નિષ્ણાત ડો. હેમાંગીબેન ડી. મહેતાએ ઉપસ્થિત તમામ મહેમાનો, ખેડૂતોનો તથા કાર્યકરોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274