એ ડિવિઝન પોલીસે મહિલાનું તેના પરિવાર સાથે પુનમિલન કરાવ્યું મોરબી : મોરબીમાં ગતરાત્રે એક મહિલા મળી આવી હતી.આ મહિલા તેના પરિવારથી વિખૂટી પડી ગઈ હોવાનું માલુમ પડતા એ ડિવિઝન પોલીસે તેના પરિવારની શોધખોળ હાથ ધરી હતી.પોલીસે વોટ્સએપના મારફતે મહિલાના પરિવારનો પત્તો મેળવી લીધો હતો.બાદમાં મહિલાનું તેના પરિવાર સાથે પુનમિલન કરાવ્યું હતું. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતી વિગત મુજબ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે એક મહિલા ગુમસુમ હાલતમાં હોવાની કોઈ નાગરિકે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.આથી એ ડિવિઝન પોલીસે આ મહિલાનો ત્યાંથી કબ્જો મેળવીને પોલીસ સ્ટેશને લાવી તેનું કાઉન્સેલીગ કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મહિલા તેના પરિવારથી વિખૂટી પડી ગઈ હોવાનું ખુલ્યા બાદ એ ડિવિઝન પોલીસે તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી.આ મહિલાની પૂછપરછમાં તેણી કારીબેન છેલભાઇ જોધપર એવું કહેતી હોવાથી આ બાબતની ખરાઈ કરવા માટે એ ડિવિઝન પોલિસે જોધપર ખાતેના મહિલાના વોટ્સએપમાં ફોટા મોકલાવતા તેના પરિવારનો પત્તો મળી ગયો હતો. જેમાં આ મહિલા કારીબેન ઇસનીય રતનશીભીલ હાલ રહે જોધપર મોરબી તથા મૂળ મધ્યપ્રદેશની વતની હોવાની ઓળખ મળી હતી. બાદમાં એ.ડિવિઝન પી.આઇ. આર.જે ચૌધરી, પીએસઆઇ વી.કે.ગોંડલીયા તથા સ્ટાફના આરતીબેન, હરેશભાઇ ચાવડા,મોમજીભાઈ ચૌહાણ, શક્તિસિંહ ઝાલા, ચંદુભાઈ કરોતરા સહિતનાએ મહિલાના પરિવારનો પતો મેળવીને તેમને મહિલાનો કબ્જો સોંપી દીધો હતો. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274