મોરબી : મોરબી બાયપાસ આરટીઓ પાસેનો પુલ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બની જવાથી જોખમી બની ગયો છે.આ પુલ એટલી હદે જર્જરિત બની ગયો છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ તેવી દહેશત છે. તેથી, જર્જરિત પુલના કારણે કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાઈ તે પહેલાં જવાબદાર તંત્ર આ પુલનું યોગ્ય રીતે સમારકામ કરે તેવી લોકોએ માંગ કરી છે. મોરબી બાયપાસ આરટીઓ કચેરી પાસે આવેલ પુલ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બની ગયો છે પુલ પરના રોડની એટલી ખરાબ દર્શા છે કે, ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જાઈ તેવી ભીતિ છે. પુલ જર્જરિત હોવાના કારણે સતત વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ રહે છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જોકે પુલની યોગ્ય મરમત કરવાની લોકો વારંવાર માંગ કરી રહ્યા છે. જેમાં લોકોના જણાવ્યા મુજબ મોરબી આરટીઓ પાસે આવેલો નાનો બ્રિજ ખૂબ જ જર્જરિત પરિસ્થિતિમાં છે. કોઇ ગંભીર અકસ્માત થાય તે પહેલા તેનું સમારકામ થવું અનિવાર્ય છે. વધુમાં જણાવ્યું હતું કે, આરટીઓ ઓફીસ પાસે મચ્છુ નદીનો પુલ છે. જે પુલ ઉપર કચ્છથી મોરબી રાજકોટ તરફ જવા આવવા માટે સતત ટ્રાફીક રહે છે. ભારે વજનનો માલ લઈ જતા ટ્રકો અને કન્ટેનરો સતત ચાલતા હોય છે. આ પુલ નીચે આજના દીવસે પાણીની સપાટીની ઉંચાઈ પણ છે. પુલ પ્રમાણમા લાંબો છે. ટ્રાફીકના પ્રમાણમા આજે આ પુલની પહોળ।ઈ પુલની સ્ટ્રેન્થ અને રેલીંગની ઉંચાઈ ઓછી છે. પુલનો રસ્તો તુટેલો છે. ત્યારે આવનાર દીવસોમા કોઈ મોટુ નુકસાન ન થાય તેની તકેદારીના પગલારુપે તાત્કાલીક પગલા લેવાની માંગ કરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274