સ્વચ્છતા અભિયાન સમિતિના સભ્યો લોકોને રૂબરૂ સમજણ આપશે , સ્ટીકર ચોટાડશે તેમજ બેનર સાથે રેલી યોજશે મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ આવતીકાલે ગાંધી જયંતિ નિમિતે નવા બસ સ્ટેન્ડ ખાતે સવારે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજશે. જેમાં સ્વચ્છતા અભિયાન સમિતિના સભ્યો લોકોને રૂબરૂ સમજણ આપશે. સાથે સ્ટીકર ચોટાડશે તેમજ બેનર સાથે રેલી યોજવાના છે. આવતીકાલે ગાંધી જયંતિ છે. તે નિમિતે સ્વચ્છતા અભિયાન સમિતિએ નવતર કાર્યક્રમનું આયોજન કર્યું છે. અત્યાર સુધી સ્વચ્છતા અભિયાન સમિતિ જાતે સાફ સફાઇ કરતી હતી. પરંતુ આવતીકાલે લોકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશો આપશે. કાલે મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં એસટી ડેપોના સહયોગથી બસોને 10 મિનિટ હોલ્ટ પડાવીને તમામ મુસાફરોને સ્વચ્છતા અંગેની સમજણ આપવામાં આવશે. આ સાથે ઠેક ઠેકાણે સ્વચ્છતા જાળવવાના સ્લોગન સાથેના સ્ટીકર પણ લગાવવામાં આવશે. સાથો સાથ બસ સ્ટેન્ડમાં એક એક વ્યક્તિને રૂબરૂ સમજણ આપીને તેનો સ્વચ્છતાના બેનર સાથે ફોટો પાડવામાં આવશે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતાના બેનરો સાથે રેલી પણ યોજવામાં આવશે.