મોરબી : માતાની આરાધનાનો પર્વ નવરાત્રિ શરુ થઇ ગયેલ છે. નવરાત્રિ નિમિત્તે લોકો માતા સ્વરૂપે ગરબાની સ્થાપના કરતા હોય છે. ત્યારે મોરબીના ઉદ્યોગપતિના આંગણે પહેલા નોરતે માતા સ્વરૂપ દીકરીની પધરામણી થતા પરિવારમાં હરખની હેલી પ્રસરી ગઈ છે. મોરબીમાં બીઝનેસમેન પાર્થભાઇ રમેશભાઈ આદ્રોજાના ઘરે પહેલા નોરતે બીજી દીકરીનો જન્મ થતાં ઘરને ફૂલોથી સજાવી સમગ્ર પરિવારે વાજતે ગાજતે બીજી દીકરીના જન્મના હરખભેર વધામણાં કર્યા હતા. પહેલાના સમયમાં માત્ર પુત્ર જન્મ સમયે પેંડા વહેંચી ખુશી મનાવવામાં આવતી હતી. પરંતુ સમયની સાથે પરિવર્તન આવ્યું છે અને પુત્રી જન્મને પણ વધાવવામાં આવે છે. ત્યારે આદ્રોજા પરિવાર બે દીકરીઓના જન્મને વધાવે તે સમાજ માટે પ્રેરણાદાયી સંદેશ છે. તેમજ આદ્રોજા પરિવારે દીકરી જન્મને વધાવીને ખરા અર્થમાં માં શક્તિની પર્વ નવરાત્રીની ઉજવણીના હેતુને સાર્થક કર્યું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274