રવિવારની રાત્રીના 8 થી સોમવારના સવારના 8 વાગ્યા સુધીમાં માળીયામાં વધુ 3 ઇંચ, મોરબીમાં વધુ 2 અને હળવદમાં 1.5 તેમજ વાંકાનેરમાં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો : મચ્છુ 2 ડેમના 7 દરવાજા 3 ફૂટ ખોલ્યા મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજાએ કેહર વરસાવાનું શરૂ રાખ્યું છે. રવિવારે રાત્રીના 8 વાગ્યા સુધી ટંકારામાં 4 ઇંચ, માળિયામાં પોણા બે ઇંચ, મોરબીમાં 2.5 ઇંચ, વાંકાનેરમાં સવા બે ઇંચ અને હળવદમાં અડધો ઇંચ વરસાદ નોંધાયા બાદ આજે સોમવારે સવારે 8 વાગ્યા સુધીમાં માળીયામાં વધુ 3 ઇંચ, મોરબીમાં વધુ 2 અને હળવદમાં 1.5 તેમજ વાંકાનેરમાં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભારે વરસાદના પહલે મચ્છુ 2 ડેમના 7 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. રાત્રીના મેઘરાજાએ ખાસ કરીને માળીયા અને મોરબી તાલુકાના ગામોમાં ભારે કહેર વરસાવી છે. રાત્રીના અમુક ગામોમાં 5 થી 7 ઇંચ વરસાદ પડયાના સમાચાર છે. માળિયાના મોટા દહીંસરા આસ પાસ 7 થી 9 ઇંચ ભારે વરસાદ પડ્યો હોવાનું ગામના આગેવાનોએ જણાવ્યું છે. અને ગામના બંને તળાવો ભરાઈ ગયા છે. જ્યારે મોરબી જિલ્લામાં વરસાદના પગલે તમામ જળાશયો ફરીથી ઓવરફ્લો થતા ડેમો માંથી પાણી છોડવાની ફરજ પડતા નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે. મોરબી જિલ્લામાં રાત્રીના ફરીથી સરેસાશ 2 થી 3 ઇંચ વરસાદ પડતાં ખાસ કરીને ઉભા પાકને મોટું નુકસાન થયું છે. અને મોરબી જિલ્લામાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. આ વરસાદથી ખેડૂતોને મોટી નુકશાની થવાનો અંદાજ વ્યક્ત કરાઇ રહ્યો છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274