આજે બોપર પછી ઉઘાડ નીકળતા ત્રણેય નવરાત્રી મહોત્સવમાં આજે રાત્રે રસોત્સવ શરૂ થશે મોરબી : મોરબીમાં નવરાત્રીના પ્રથમ નોરતે વરસાદનું વિઘ્ન આવતા ગઈકાલે મોટાભાગની પ્રાચીન અને અર્વાચીન ગરબીઓમાં રસોત્સવ બંધ રહ્યા હતા. ત્યારે આજે સવારના 10 વગયા પછી વરસાદ બંધ થતાં અને વરાપ નીકળતા આજે બીજા નોરતે રાત્રિથી પાટીદાર, ઉમિયા અને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રાસોત્સવ શરૂ થશે અને ખેલૈયાઓ મન મુકીને રાસ ગરબે ઘુમશે.મોરબીમાં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ શરૂ થતાની સાથે જ વરસાદનું વિઘ્ન આવ્યું હતું. ગઈકાલે પ્રથમ નોરતે આખો દિવસ વરસાદ વરસતા શહેરના ઉમિયા નવરાત્રી મહોત્સવ, પાટીદાર નવરાત્રી મહોત્સવ અને યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે રસોત્સવ બંધ રહ્યા હતા. ત્યારે આજે સવારે 10 વાગ્યા સુધી વરસાદ વરસ્યા બાદ બપોર સુધીમાં વરાપ નીકળ્યો હતો. જેના પગલે આજથી બીજા નોરતે ત્રણય નવરાત્રી મહોત્સવ શરૂ થવાની આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં પાટીદાર નવરાત્રી મહોત્સવ, સંકલ્પ નવરાત્રી મહોત્સવ, તથા ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આજે રાત્રે રાસોત્સવ શરૂ થઈ જશે. આ ત્રણેય નવરાત્રી મહોત્સવના આયોજકોએ શહેરીજનોને અપીલ કરી છે કે, આજે બીજા નોરતેથી આ નવરાત્રી મહોત્સવમાં રાસોત્સવ શરૂ થઈ જશે જેથી ખૈલૈયાઓ સહિત સમગ્ર શહેરીજનો નવરાત્રીમાં ગરબે ઘુમવા સજ્જ થઈ જાય. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274