મોરબી : ચાલુ વરસે વરસેલા અનરાધાર વરસાદને કારણે ચોમાસુ પાક નિષ્ફળ જઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં મોરબી જિલ્લામાં સરકારે 10 ટિમો બનાવીને સર્વે કરાવ્યો હતો. જેના આંકડા વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા હતા. જે જમીની હકીકતથી વિપરીત છે. આથી વરસાદ સંપૂર્ણ બંધ થયા બાદ જ આ સર્વે કરાવવાની સાંસદ મોહનભાઇ કુંડારિયાએ માંગણી કરી છે. હાલ પડેલા વરસાદને કારણે ખેતરોમાં રહેલા મગફળી, કપાસ, તલી, જુવાર, બાજરી અને શાકભાજી સહિતના વાવેતરને ભારે નુકશાન થયું છે. સરકારે મોરબી જિલ્લામાં 10 ટિમો દ્વારા આ બાબતે સર્વે કરાવ્યો હતો જેના આંકડા વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા હતા. જે જમીની હકીકતથી અલગ છે. આથી વરસાદ સદંતર બંધ થયા બાદ જ નુક્શાનીનો સર્વે કરાવવો જોઈએ એવી માંગણી સાંસદ કુંડારિયાએ મુખ્યમંત્રીને કરી છે. આ કામગીરી બાદમાં કરવાથી જ ખેડૂતોને થયેલા વાસ્તવિક આંકડા બહાર આવશે તેવું મોહનભાઇએ અંતમાં જણાવ્યું હતું. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274