મિટ્ટીકુલની સ્વદેશી બનાવટ અંગે મનસુખભાઇ પ્રજાપતિ દેશભરના લોકોને આપશે માહિતી મોરબી : વાંકાનેરના મિટ્ટીકુલવાળા મનસૂખભાઈ પ્રજાપતિએ દેશ વિદેશના પોતાની ખ્યાતિ પ્રસરાવી છે. ત્યારે આજે તેઓની સિદ્ધિમા વધુ એક યશકલગી ઉમેરાવા જઇ રહી છે. આજે કોન બનેગા કરોડપતિમાં મનસુખભાઇ પ્રજાપતિનો ઇન્ટરવ્યૂ ટેલિકાસ્ટ થવાનો છે. જેમાં તેઓ તેમની સ્વદેશી બનાવટ અંગે દેશભરના લોકોને માહિતી આપવાના છે. 'મિટ્ટીકુલ'ના મનસુખભાઇ પ્રજાપતિએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 90થી વધારે એવોર્ડ જીતેલા છે. તેઓ હાલમાં 'મિટ્ટીકુલ' નામની કંપની ચલાવી રહ્યા છે. આ કંપનીમાં તેઓ રસોઈમાં ઉપયોગમાં આવતી તમામ વસ્તુઓ માટીમાંથી બનાવે છે. તેઓએ માટીના ફ્રિજની શોધ કરી છે અને માટીની બોટલો પણ બનાવી છે. તેમને અબ્દુલ કલામ દ્વારા પી.એચ.ડી. સાયન્ટિસ્ટની પદવી એનાયત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત લગભગ બધા નેતાઓને મળ્યા છે અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે રાષ્ટ્રપતિ ભવનમાં અતિથિ તરીકે 15 દિવસ પણ રહ્યા છે. મનસુખભાઇ પ્રજાપતિની મિટ્ટીકુલ પ્રોડકટ આજે સેંકડો લોકો વાપરી રહ્યા છે. ઘણા અમિર લોકોને પણ આ સ્વદેશી બનાવટ એ હદે પસંદ આવી છે કે તેઓને હવે મિટ્ટીકુલની પ્રોડકટ સિવાય અન્ય કોઈ પ્રોડક્ટનો વપરાશ કરવો ગમતો નથી. પોતાની મિટ્ટીકુલ પ્રોડક્ટથી મનસુખભાઇ પ્રજાપતિએ દેશ વિદેશમાં નામના મેળવી છે. ત્યારે તેઓને મળેલી સિદ્ધિમાં આજે વધુ એક સિદ્ધિ ઉમેરાવાની છે. સોની ટીવી ઉપર બોલીવુડના લેજેન્ડ અમીતાભ બચ્ચન દ્વારા હોસ્ટ થતા કોન બનેગા કરોડપતિ શોની ટીમ અગાઉ અહીં વાંકાનેરમા આવીને બે દિવસ રોકાઈ હતી. આ ટીમે મનસુખભાઈ પ્રજાપતિનું ઇન્ટરવ્યૂ લીધું હતું. ગાંધી જયંતિ નિમિતે કોન બનેગા કરોડપતિ શોમા સ્વદેશી બનાવટ વિશે દેશભરના લોકો સુધી એક સંદેશ પહોંચાડવા માટે મનસુખભાઇ પ્રજાપતિનો ઇન્ટરવ્યૂ બતાવવામાં આવનાર છે. આ ઇન્ટરવ્યૂ આજે તા. 30ને સોમવારે રાત્રે 9 થી 10:30 દરમિયાન ટેલિકાસ્ટ કરવામાં આવશે. મોરબી જિલ્લાના ગૌરવ સમાં મનસુખભાઇ પ્રજાપતિ આજે દેશવાસીઓને કોન બનેગા કરોડપતિ શોના માધ્યમથી સ્વદેશી બનાવટ અંગેની માહિતી આપશે. તો આ શો જોવાનું ચૂકશો નહિ. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274