મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. સારા વરસાદના પગલે ખેડૂતો અને નવરાત્રીના ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. કારણ કે મોરબી જિલ્લામાં સતત વરસાદના પગલે ઉભા પાકને ભારે નુકશાની થઈ છે. જ્યારે મોરબી જિલ્લામાં આજે રવિવારે 29 sep સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા પર નજર નાખીએ તો મોરબીમાં 47mm (બે ઇંચ), વાંકાનેર 35mm(1.5 ઇંચ), હળવદ 15 mm(અડધો ઇંચ), ટંકારા 82mm(3.5 ઇંચ) માળિયામાં 09mm વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી અને ટંકારામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. અને વરસાદના કારણે મોરબી શહેરમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. જ્યારે મોરબી જિલ્લાના મોટાભાગના ડેમોમાં પાણીની આવક થતા ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે હજુ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે.