મોરબી : મોરબી જિલ્લામાં બે દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાતથી આજ સવારે ધીમીધારે વરસાદ ચાલુ રહ્યા બાદ આજે 10 વાગ્યા પછી મોરબી અને ટંકારા તથા વાંકાનેરમાં આજે 10 વાગ્યા પછી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનો વિરામ રહ્યો હતો.જ્યારે આજે સવારે 10 થી 12 વચ્ચે હળવદમાં 10 મીમી અને માળીયામાં 7 મીમી વરસાદ પડ્યો હતો.હાલમાં હજુ ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો છે.આ વરસાદ ભારે આફત નોતરી રહ્યો હોવાથી સર્વત્ર લોકોએ મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે.