મોરબી : મોરબી ક્રાંતિકારી સેના દ્વારા વીર ભગતસિંહ જન્મદિવસ નિમિતે લીંબુ શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ટ્રાફીક અને સ્વચ્છતાનો લોકોને સંદેશો પાઠવ્યો હતો. મોરબીમાં સતત ૬ વર્ષથી ક્રાંતિકારી વિચારધારા સાથે લોકોને જાગૃત કરવા યથાત મહેનત કરતું ક્રાંતિકારી સેના ગ્રુપ દ્વારા માં ભારતીના વીર સપૂત ભગતસિંહની જન્મદિવસ નિમિત્તે બપોરે ૪ થી ૬ વાગ્યા સુધી બાપાસીતરામ ચોક ખાતે મોરબીની જાહેર જનતા માટે લીંબુ શરબત વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં રવાપર ચોકડી પાસે અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી ક્રાંતિકારી સેનાના યુવાનો દ્વારા રવાપર ચોકડી ખાતે લોકોને પોતાનું વાહન એકસાઈઝમાં ચલાવવા તથા વાહન ધીમું ચલાવવા અને સ્વચ્છતા જાળવવા મેસેજ પાઠવતા હોલ્ડીગો લઈને યુવાનો ચાલુ વરસાદે ભગતસિંહના જન્મદિવસની ઉજવણી કરી દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. તેમજ આ તકે રવિભાઇ રબારી (રવિ રોડવેઝ) ક્રાંતિકારી સેનાના કાર્ય અને વિચારો પ્રેરિત થય ક્રાંતિકારી સેનામાં રોકડ રકમ આપી યોગદાન આપેલ હતું.