મોરબી: મોરબીના યુવાનોએ સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરી 2 વર્ષથી શરૂ કરવામાં આવેલ યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા હવે મોરબી શહેરમાં ઘાયલ પશુ-પંક્ષીઓને વિનામૂલ્યે સારવાર આપશે. મોરબીમાં છેલ્લા 9 મહિનાથી ઘાયલ અને રખડતા પશુ-પંક્ષીઓને આશરો આપવાનું કામ અને સાથે મોરબીની એક માત્ર બર્ડ હેલ્પલાઈનની કામગીરી કરતું યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આજે નવરાત્રિના પાવન તહેવારના પ્રથમ દિવસે મોરબીમાં રખડતા અને ઘાયલ પશુ-પંક્ષીને હવે સ્થળ ઉપર જ સારવાર મળી રહે હેતુથી કર્તવ્ય એનિમલ હેલ્પલાઈનનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેનો સમય સવારે 8 થી 8 રહેશે. તથા કોઈ ઘાયલ પશુ-પંક્ષીને વિનામુલ્યે સારવાર કરાવવા હેલ્પલાઇન નંબર-7574868886 ઉપર સંપર્ક કરવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.