પૂર્વ ધારાસભ્ય અને ગામના સરપંચોના સફળ પ્રયાસો મોરબી : ઔદ્યોગિક રીતે ઝડપથી વિકાસ પામતા ગ્રામ્ય વિસ્તારોમાં નેશનલ હાઇવેથી ગાળા-શાપર રોડ અત્યંત બિસ્માર સ્થિતિમાં છે. ચાર ચાર ગામના પ્રજાજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અલગ અલગ માધ્યમોથી અવારનવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ થઈ રહી હતી. આમ છતાં પ્રજાની પરેશાનીનો અંત આવતો ન હતો ત્યારે કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં સરપંચો અને આગેવાનો દ્વારા ઉચ્ચકક્ષાએ કરાયેલી રજુઆત બાદ આખરે આ રોડ માટે 9.5 કરોડનું કામ મંજુર કરાવ્યું છે. તારીખ 27 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સંબંધિત ગામોના પ્રતિનિધિ મંડળ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ખાસ મુલાકાત કરીને ગ્રામજનોની વ્યથા તથા ઉધોગકારોને પડતી સમસ્યા અંગે લગભગ અર્ધો કલાક રજુઆત કરી હતી. જેના પરિણામે માનનીય નીતિનભાઈ પટેલે નેશનલ હાઇવેથી ગાળાગામ અને ગાળાગામથી શાપર સુધીનો ડામર રોડ બનાવવા માટે આશરે 9.5 કરોડ રૂપિયાનો ખર્ચ મંજુર કર્યો હતો. કાંતિભાઈ અમૃતિયાની સાથે ગાળાના સરપંચ મગનભાઈ ચન્દ્રોલા, વાઘપરના સરપંચ કેશુભાઈ કડીવાર, પીલુડીના સરપંચ અશોકસિંહ તથા શાપરના સરપંચ યુવરાજસિંહ ઉપરાંત ગાળા ગામના આગેવાન ચતુરભાઈ કુંડારીયા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાંતિભાઈ અમૃતિયા પ્રજા વચ્ચે સતત પ્રવૃત રહી મોરબી માળીયા વિધાનસભા વિસ્તારની જનતાના પ્રાણપ્રશ્નો ઉકેલવાની દિશામાં સક્રિય હોવાની પ્રતીતિ કરાવી હતી એવો અભિપ્રાય પ્રતિનિધિ મંડળે પણ આપ્યો હતો. સરકારના આ નિર્ણયથી નેશનલ હાઈવે તથા મોરબી-જેતપર રોડ પરનો ટ્રાફિક હળવો થશે, વાહન ચાલકોને એક નવો વિકલ્પ મળશે અને સંભવિત અકસ્માતનું પ્રમાણ પણ ઘટશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ નિર્ણયથી પ્રજાજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. જ્યારે આ રોડ મંજુર થવાના સફળ પ્રયાસો બદલ ગાળાના સરપંચ મગનભાઈ ચન્દ્રોલા, વાઘપરના સરપંચ કેશુભાઈ કડીવાર, પીલુડીના સરપંચ અશોકસિંહ તથા શાપરના સરપંચ યુવરાજસિંહ ઉપરાંત ગાળા ગામના આગેવાન ચતુરભાઈ કુંડારીયા દ્વારા કાંતિભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274