સાવસર પ્લોટ વિસ્તારમાં પાછલા એક મહિનાથી પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ગટરના પાણી ભળી જતા રોગચાળાનો ભય મોરબી : ચાલુ ચોમાસાની સિઝન દરમ્યાન કુદરતે ભરપૂર હેત વરસાવીને મોરબી જિલ્લા શહેરને પાણીથી તરબતર કરી દીધું છે ત્યારે છતે પાણીએ નાગરિકોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં પાછલા એક મહિનાથી પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ગટરના પાણી ભળી જતા નળ વાટે આવતું પાણી પીવા લાયક કે વાપરવા લાયક પણ ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. જેના પુરાવા રૂપે સ્થાનિકોએ માધ્યમોને નળમાં આવતા ગંદા અને અત્યંત દુર્ગંધ મારતા પાણી બતાવ્યા હતા. આ પાણીનો વિચિત્ર કલર અને પાણીમાં ઉદભવતા ફીણ તેમજ અત્યંત દુર્ગંધ મારતું પાણી જોઈને કોઈ પણ વ્યકતી કહી શકે કે આ પાણી પીવા કે વાપરવા લાયક તો ઠીક હાથ લગાડવા લાયક પણ નથી. આવા પાણીને કારણે ગંભીર રોગચાળાનો ખતરો તોળાઈ રહ્યો છે. સ્થાનિકોને છતે પાણીએ અન્ય સ્ત્રોતો પર આધાર રાખવો પડી રહ્યો છે. પાછલા એક મહિનાથી તંત્ર દ્વારા સાવચેતીના કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. કઈ જગ્યાએથી ગટરનું પાણી પીવાની પાઇપ લાઈનમાં ભળી જાય છે તે ચકાસવામાં આવ્યું નથી. આથી સ્થાનિકો બળાપો વ્યક્ત કરી રહ્યા છે અને આ સમસ્યામાંથી તંત્ર સત્વરે છુટકારો અપાવે એવું ઈચ્છી રહ્યા છે. Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274