સોશિયલ મીડિયાના અસલામત ઉપયોગ સામે લાલ બત્તી દર્શાવતો કિસ્સો મોરબી : આજકાલ સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે લોકોએ આ માધ્યમનો સમજી વિચારીને ઉપીયોગ કરવાનો સમય પાકી ગયો હોય એવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિણીતાને ફેસબુકમાં ફ્રેન્ડ બનાવી બાદમાં બહેન બનાવી સબંધ કેળવ્યો હતો અને ત્યાર બાદ પરિણીતાના ઘેર આવરા-જાવરાનો વ્યવહાર બાંધી વિશ્વાસ કેળવી બહેનના ઘરમાં જ લાખો રૂપિયાનો હાથ ફેરો કરી ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે સત્વરે કામગીરી કરીને આરોપીને મોરબી તાલુકામાંથી ઝડપી પાડ્યો હતો.બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી મયુર ઉર્ફે વિવેક જીવરાજભાઈ મુલાણી ઉં.મ.30, રહે. સુરત, ભગવતી કૃપા સોસાયટી, વરાછા રોડ વાળાએ કેશોદ જી.જૂનાગઢ ખાતે રહેતા ફરિયાદીના પત્નીને ફેસબુકમાં ફ્રેન્ડ અને ત્યાર બાદ બહેન બનાવી ઘરોબો કેળવ્યો હતો. ત્યાર બાદ આરોપી ફેસબુકમાં બહેન બનાવેલી પરિણીતાના ઘેર કેશોદ રોકાવવા ગયો હતો. જ્યાં તારીખ 25 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યાથી બપોરે 03 વાગ્યા દરમ્યાન ફરિયાદીના ઘેર કોઈ હાજર ન હોય એવો સમય પસંદ કરીને ઘરમાં ડ્રેસિંગનું ખાનું તોડી તેમાં રાખેલા 3,42,240 રૂપિયાની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા 1,10,000 અને ફરિયાદીની ફોર વહિલ સ્વીફ્ટ ગાડી કિંમત રૂપિયા 3,00,000 આમ કુલ મળી 7,52,240 ચોરી કરીને નાસી છૂટ્યો હતો. કેશોદની પોલીસે આરોપીના સગડ દબાવતા આરોપી મોરબી તાલુકાના ધૂળકોટ ગામે હોવાની હકીકતને આધારે મોરબી તાલુકા પોલીસને સાથે રાખી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ કામગીરીમાં મોરબી તા.પો.ના પોલીસ કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274