પંડિત દિનદયાલજીની સંપૂર્ણ વિચારધારાને કેન્દ્ર સ્થાને રાખી નરેન્દ્રભાઈ મોદી કાર્ય કરી રહ્યા છે : રજનીભાઈ સંઘાણી હળવદ : ગઈકાલે જનસંઘના સ્થાપક પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીનો જન્મદિવસ હતો ત્યારે હળવદ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને ભાવાંજલી કરી અર્પણ કરી જણાવ્યું હતું કે દીનદયાલજીની વિચારધારા અને ચિંતનને કેન્દ્રસ્થાને રાખી ભાજપ-મોદીજીએ કાશ્મીરમાં ૩૭૦ની કલમ દૂર કરી એક અખંડ શક્તિશાળી ભારતનું સપનું સાકાર કર્યું છે. આજથી અડધી સદી પૂર્વે પંડિત દિનદયાલ જીએ એકાત્મક માનવ દર્શનનો વિચાર રજુ કર્યો હતો. પંડિતજીનો એકાત્મક માનવવાદ 'સર્વે જન સુખીન સંતુ' એટલે કે 'હું એકલો નહીં સૌ સુખી થાય' ભાવનાને પ્રગટ કરતું અલૌકિક ચિંતન કર્યું હતું. પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીના વિચારો એ વિશ્વ ફલક પર એક થવાની બહુ મોટી ભેટ આપી છે. સમગ્ર સૃષ્ટિ અને પર્યાવરણની ચિંતા કરવાનો વિચાર તેમણે કાલિકટના અધિવેશનમાં આપ્યો હતો. 'સ્વદેશી અપનાવો, ગરીબી હટાવો'ની ક્રાંતિકારી વિચારધારાના જનક અને દેશ માટે આજીવન જાત આપનાર પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીનાં જીવન સંદેશ, વિચારધારા તથા તેમની સાદગી અને સમર્પણભાવને જીવનમાં ઉતારવા એ જ તેમને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરી ગણાશે તેમ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી એ જણાવ્યું હતુ. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274