હળવદ : તસ્કરો હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેણાક મકાનમાંથી રૂ.60 હજારના મુદામાલની ચોરી કરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મકાન માલિકે ફરિયાદ નોધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘરફોડ ચોરીના બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા અને મજુરી કામ કરતા સુનિલભાઈ બચુભાઇ દુદાણા ઉ.વ.35 નામના યુવાનના મકાનમાં ગત તા.24ના રોજ તસ્કરો ત્રાટકયા હતા. જેમાં તસ્કરોએ તેમની ઓરડીને આગળના દરવાજાનો આંગળીઓ ખોલી અંદર પ્રવેશીને ઓરડીમાં રહેલી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળીને કુલ રૂ.60 હજારની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે મકાન માલિકે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274